કેન્દ્ર સરકારે રેશનકાર્ડ ધારકો માટે કોમન સર્વિસ સેન્ટર ખોલવાની યોજના બનાવી છે. લગભગ 23.64 કરોડ લોકોને તેનો લાભ મળશે. દેશભરમાં 3.7 લાખ કોમન સર્વિસ સેન્ટર ખોલવામાં આવશે. અહીં કોઈપણ રેશન કાર્ડમાં નામ અને અન્ય વિસંગતતાઓ સરળતાથી સુધારી શકાય છે.
આ કોમન સર્વિસ સેન્ટર હેઠળ નવા રેશન કાર્ડ માટે અરજી કરવી, રેશન કાર્ડ અપડેટ કરવું અને આધારને લિંક કરવું પણ સામેલ છે.
આ માટે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે CSC ઈ-ગવર્નન્સ સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડ સાથે જોડાણ કર્યું છે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય હેઠળ કામ કરતા એક વિશેષ એકમે કહ્યું કે આનાથી રાશન વિતરણ પ્રણાલી તેમજ રેશન કાર્ડમાં સુધારા જેવા અન્ય કામો સરળ બનશે.
અહેવાલો અનુસાર, આ સેન્ટર ખુલતાની સાથે જ અધિકારીઓ એવા ગામમાં પહોંચી જશે જ્યાં અત્યાર સુધી સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી. આ સેન્ટર શરૂ થવાથી ત્યાંના લોકોને મોટો ફાયદો થશે. સરકારની 'વન નેશન એન્ડ વન કાર્ડ' યોજના ગત વર્ષથી લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત તમે દેશમાં ક્યાંય પણ રાશન લઈ શકો છો.
***