ભારતીય જનતા પાર્ટીએ 30 સપ્ટેમ્બરે ભબાનીપુર પેટા ચૂંટણીમાં મમતા બેનર્જી વિરુદ્ધ પ્રિયંકા ટિબ્રેવાલને મેદાનમાં ઉતાર્યા છે.
આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં આ મહિનાના અંતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ જે નામોને મંજૂરી આપી છે તેમાં સમસેરગંજથી મિલન ઘોષ, જાંગીપુરથી સુજીત દાસનો સમાવેશ થાય છે.
આ સિવાય ભાજપે ભવાનીપુર સીટ પરથી પ્રિયંકા ટિબ્રેવાલને તક આપી છે જ્યાંથી સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
પ્રિયંકા ટિબ્રેવાલ બીજેપી નેતા બાબુલ સુપ્રિયોની કાનૂની સલાહકાર રહી ચુકી છે, તે સુપ્રિયોની સલાહ બાદ જ ઓગસ્ટ 2014માં ભાજપમાં જોડાઈ હતી. 2015 માં, તેણીએ ભાજપના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 58 (એન્ટલી) માંથી કોલકાતા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી લડી હતી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના સ્વપન સમદાર દ્વારા તેનો પરાજય થયો હતો.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમની પરંપરાગત બેઠક ભવાનીપુરને બદલે નંદીગ્રામથી ચૂંટણી લડી હતી. જો કે, અધિકારી પરિવારના ગઢ ગણાતા નંદીગ્રામમાં મમતાને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે મમતા સામે ભવાનીપુર સીટ પરથી ચૂંટણી લડીને સીએમ બનવાનો મોટો પડકાર છે.
***