નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને દિલ્હી સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
મનીષ સિસોદિયાની ધરપકડ સામેની અરજી આજે બપોરે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે અરજદાર મનીષ સિસોદિયાને જામીન અને એફઆઈઆર રદ કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં એક વર્ષની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આમ આદમી પાર્ટીએ કહ્યું કે બંને AAP નેતા નિર્દોષ છે. દિલ્હીના કામમાં વિક્ષેપ ન આવે તે માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
બંને મંત્રીઓ નિર્દોષ છે. પરંતુ દિલ્હીના કામમાં વિક્ષેપ ન આવે, તેથી @ArvindKejriwal જી એ રાજીનામું સ્વીકારી લીધું છે.
AAPના મુખ્ય પ્રવક્તા સૌરભ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા
બીજી તરફ ભાજપે કહ્યું કે,અગાઉ એવું લાગતું હતું કે કટ અને કમિશન એ એક પક્ષનો વારસો છે. હવે 3C કેજરીવાલ જીની પાર્ટી માટે પણ છે- કટ, કમિશન અને ભ્રષ્ટાચાર”.
***